પાણીખડકનો ઈતિહાસ
110 વર્ષના નગીન દાદા આઝાદીના સાક્ષી ભવાની માતા મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક. ખેરગામ નગરથી 7 કિ.મી.ના અંતરે આવેલું પાણીખડક ગામ ખડકમાંથી પાણી નીકળતા ગામનું નામ પાણીખડક પડ્યું હોવાનું લોકો કહે છે. ગામના લોકો પશુપાલન અને ખેતીની સાથે પરંપરાગત વ્યવસાયને ટકાવી રાખી રોજગારી મેળવી રહ્યાં છે. આ ગામના લોકો પૈકી કેટલાક પ્રાધ્યાપક, ડોકટર, ગ્રામસેવક તેમજ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના વિવિધ વિભાગમાં વિવિધ હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યાં છે. સરપંચ અશ્વિનભાઈ પટેલ જણાવે છે કે 1064 હેક્ટરમાં ફેલાયેલા પાણીખડક ગામની કુલ વસતી 2615 પૈકી 1312 પુરુષ અને 1303 સ્ત્રીનો સમાવેશ થાય છે. પટેલ ફળિયામાં રહેતા નગીનભાઈ ઝીણાભાઈ પટેલ 110 વર્ષના છે. 11 દાયકામાં તેમણે અંગ્રેજી હુકુમત, રાજા રજવાડાનો સમય અને દેશની આઝાદી બાદ નવા ભારતનો ઉદય પણ નિહાળ્યો છે. તેઓ સાપનું ઝેર ઉતારવામાં પણ મહારત ધરાવે છે. નગીનદાદા યુવાની કાળની વાત કરતા કહે છે કે,જીવન આયખું વિતી ગયું, ઘણું બધું બદલાઈ ગયું છે. ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આઝાદીની લડત માટે યુવાનોમાં થનગનાટ હતો. ગાંધીજી ચીખલી આવેલા એ વેળા તંબુ તાણીને રહ્યા હતા. એ વેળા મુલાક...